નવો કાર્યક્રમ
મુખ્ય મુદ્દા
વિડીઓ ચેનલ

શ્રી સ્વામિનારાયણ પંચદેવ મંદિર
ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો,
પ્રાણીઓમેં સદભાવના હો,
વિશ્વ કા કલ્યાણ હો માતૃ પિતૃ ભક્તિ સિધ્ધ કરો,
ગૌ માતા કી રક્ષા કરો.... ભારત માતાકી જય

સર્વ ધર્મ પ્રેમી ભક્તજન તથા હિંદુ ધર્મીઓ માટે ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શન

સનાતન હિંદુ ધર્મનો એવો મત છે કે ભારતીય આર્ય નાગરિક કેવો હોવો જોઇએ ? તો જ પ્રથમ પહેલા પોતાની માતૃભક્તિ અને પિતૃભક્તિને સિધ્ધ કરે. પછી ગૌમાતાની સેવા અને રક્ષા કરે. ત્યાર બાદ તે કોઇપણ દેવ, દેવી ધર્મ કે ભગવાનને માનવા કે દર્શન કરવાને અધિકારી બને છે તે પહેલા તેને કોઇપણ અધિકાર નથી. સાચો ધર્મ તે છે કે આપણે એવીરીતે માનવતાથી જીવવું જોઇએ, વર્તવુ જોઇએ, બોલવું જોઇએ, કે કોઇપણ જીવ પ્રાણીમાત્રને દુઃખ ન પહોંચે, તેની આંખમાંથી આંસુ ન પડે. આવી રીતે જીવનારો માનવી જીવદયા ધર્મ પ્રેમી ભક્ત કહેવાય. આવા ભક્ત એકવખત દેવદર્શન, માળા, વ્રત જપ, તપ, તીર્થ, દાન કાંઇ જ નહિં કરે તો ચાલી જશે. આટલું કરવા છતાં પણ ઘણાં લોકો અનેક જીવોને એવું બોલી, એવું વર્તન કરીને દુઃખી કરતા હોય છે. તેના કરતા કોઇપણ ધર્મડોળ ન કરવા સારા. અમારા ગુરુજી બ્રહ્મલીન પ.પૂ શ્રી ડોંગરેજી મહારાજના શબ્દમાં કહું કે તેઓ પોતાની અમૃતવાણીમાં હર હંમેશ કહેતા, "વ્રત, જપ, તપ, દાન, પુણ્ય દેવદર્શન કાંઇ જ નહિ કરો તો એક વખત ચાલશે, પણ નવા પાપ ને તો જન્મ ક્યારેય ન આપતા. પાપ નહિં કરોને તો તે ભજન ભક્તિ સમાન જ છે."


સતકર્મ એજ સાચી પૂજા છે, સતકર્મનું ફળ સુખ અને દુષ્કર્મનું ફળ દુઃખ
માનવ ધર્મ એજ શ્રેષ્ઠ ધર્મ છે માટે જીવો અને જીવવા દયો.....!
"મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી કીલો હોય છે. અને
અગ્નીસંસ્કાર બાદ તેની રાખનું વજન પણ અઢી કીલો હોય છે"
"જીંદગીનું પેહેલું કપડું જેનું નામ ઝબલું એમા ખીસ્સુ ન હોય અને
જીંદગીનું છેલ્લું કપડું જેનું નામ કફન એમાય ખીસ્સુ ન હોય, તો વચગાળાના
ખીસ્સા માટે આટલી બધી ઉપાધી શા માટે? આટ્લી બધી દોડધામ શા માટે?"
" લોહી લેતા પેલા ગૃપ ચેક કરાય છે, પૈસા લેતા જરાક ચેક કરજો. એ ક્યા ગૃપ નો છે? ન્યાયનો છે? હાયનો છે? હરામનો છે?  ખોટા ગૃપ નો પૈસા ઘરમાં આવી જવાથી
જ ઘર ઘરમાં અશાંતિ, કલેશ અને કંકાસ છે. હરામનું અને હાયનો પૈસો, જીમખાનાને
દવાખાના, કલબો ને બારમાં પુરો થઇ જશે. તે તમને પણ પુરા કરી જશે"
"બેંક બેલેન્સ વધે પણ ફેમીલી બેલેન્સ ઓછુ થાય
તો સમજો કે પૈસો આપણને સુટ નથી થતો."
શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ