ગુરુજીની અજ્ઞા
(૧) દરેક સવ્યંસેવક ભાઇઓ તથા બહેનો-દિકરા તથા દિકરીસોને ખાસ સુચના છે કે બહાર્થી આવનાર દરેક ભક્તોન ભગવાનના શ્રધ્ધાળુ અને લાડીલા ભક્તો છે.જેઓને પ્રેમ પૂર્વક મીઠો આવકાર આપવો, તથા તેઓને નંબર ન આવે ત્યાં સુધી તેઓને શાંતિથી બેસાડી તેમની આગતા સ્વાગતા કરી ભાવથી ભોજન પ્રસાદ લેવડાવશો.
-લી. ગુરુજી

(૨)ઉત્સવ દિવસેને વિષે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણનાં મંદિરમાં આવ્યા એવા પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓને સ્પર્શ ન કરવો. તથા સ્ત્રીઓ તેમણે પુરુષોનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોત પોતાની રીતે વર્તવું.
-લી. શ્રી હરી

(૩)જેને સેવાજ કરવી હોય તેણે આ વાતની ગાંઠ બાંધી લેવી.
કોઇપણ વ્યક્તિ ગેરસમજથી ગમે તેમ બોલે તથા ગમે તેમ તેવું વર્તન કરે છેતા તેની સાથે પ્રેમથી નિર્માની થઇને જ વર્તવું. તેઓ આપણા મહેમાન છે માટે તેમની સાથે ગેર વર્તન કરવું નહિ. કોઇપણ જીવને દુઃખ લાગે તેવું બોલશો નહિ. તથા વર્તશો પણ નહિ. દરેક જીવ સાથે પ્રેમથી બોલો અને પ્રેમથી વર્તન કરો.
-લી. ગુરુજી

(૪)ધર્મની વ્યાખ્યાઃ આપણા વાણી વર્તન દ્રારા પ્રત્યેક જીવને સુખ શાંતિ અને આનંદ મળે એજ મોટામાં મોટો ધર્મ છે. પોતાનાં મતલબ પ્રપંચ  સ્વાર્થ માટે કોઇપણ જીવને દોષ દઇ દુઃખી કરશો નહિ.

(૫) "દાન કરો પરતું અહં મમત્વ રહિત દાન કરો"  દાન સુપાત્ર ને કરો. કુપાત્રને દાન ન કરવુ. કારણકે કુપાત્રને દાન કરવાથી લક્ષ્મીનો નાશ થાય છે. નામ તેનો નાશ નિશ્ર્ચત છે. માટે હંમેશા શ્રીકૃષ્ણાર્પણ કરતા શીખો. નામ ન લખાવવું તે બરાબર છે પરંતુ પોતાનાં ઇષ્ટદેવ કે દેવીનાં નામથી પાકી રજીસ્ટર નંબરવાળી પાવતી અવશ્ય મેળવી લેવી.
કન્યાદાન, અન્નદાન, જ્ઞાનદાન એ મહાદાન છે.

(૬) ગરીબ, ગાય, બ્રાહ્મણ અતિથી અન્નાર્થી અંપગ, અંધ, રોગી, દરિદ્રી નિરાધીન જીવોની અન્ય પ્રકારે સેવા કરવી એજ મોટામાં મોટી દેવ સેવા પૂજા છે.
-લી. ગુરુજી

(૭) સાચુ સતકર્મઃ વ્રત, જપ, તપ, તિર્થ, દેવ દર્શન, પૂજા પાઠ આ સતકર્મો એક વખત નહી કરો તો ચાલશે (આ બધુ નહિ કરો તેમ નથી કહેતા ) પણ નવા પાપને જન્મ નહિ આપતા. કોઇપણ પ્રકારનું દુષ્કર્મ નહી કરીને તો સર્વ પૂજા કરીજ બરાબર છે બને તો ગરીબ નિરાધાર પરાધીન વ્યક્તિને મદદરુપ થઇ તેમના આંસુઓને લુંછવાનો પ્રયત્ન કરજો. પણ ત્રાસ આપી તરછોડીને તિરસ્કાર કરીને આંસુઓ સરવતા નહી.
-બ.લી.પ.પૂ. ડોંગરેજી મહારાજ

(૮)પ્રભુની આજ્ઞાઃ પર જીવોનું ગુણાનુંવાદ જેવું કોઇ પુણ્ય નથી અને પરજીવોની નિંદા સમાન કોઇ પાપ નથી. મંદિરમા કોઇ પણ પ્રકારની ગ્રામ્ય વાર્તા કરવી નહિં.

(૯)દેવ દર્શનનું યથો ઉચીત ફળ ક્યારે મળે ? અને પ્રસન્ન ક્યારે થાય ? જ્યારે દેવ સંત કે મહા પુરુષોની વડીલોની મર્યાદા મંદિરમાં સચવાય રહે વાણી વિલાસ અઘટિત પહેરવેશ તથા વર્તન ઉપર ખાસ ધ્યાન રખાય ત્યારે.
-લી. ગુરુજી
શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ