સુખી થવાના પગથીયા
॥ જીવાતા જીવનમાં સુખી થવાના ચાર પગથીયા ॥

(૧) હિંદુ સંસ્કૃતિના અનુસારે - માતૃપિતૃ દેવો ભવઃ દરેક મનુષ્ય પોતાના માતાપિતાના કોઇ પણ અવગુણ જોયા સિવાય સેવા કરવી.  જયાં સુધી પુત્ર પણાની ફરજ અદા નહી કરીએ, આ પુણ્ય તિર્થોની સેવા અને સુષૃશા નહી કરીએ, તેમની આંતરડી કકળાવશો, અને જો દેવ દેવીને ભજશો તથા પૂજન પાઠ યજ્ઞયાગાદી તિર્થાટન તેમજ ગમે તેટલા સતકર્મો કરશો તો પણ તે બધા નિરર્થક થઇ જશે. માટે પહેલું પગથીયું માતૃ પિતૃ ભક્તિ સાધ્ય કરવી તે.

(૨) આચાર્ય દેવો ભવઃ કહેવાય છે ગુરુ ગોવીંદ દોનો ખડે કીસકો લાગુ પાય બલીહારી ગુરુ આપની ગોવીંદ દિયો દિખાય. આ વાક્ય બોલીએ તો છીએ પરંતુ દુઃખની વાતતો એ છે કે આ અનુકરણીય નથી. આજકાલ સમાજ માં લોકો ગુરુને તો માને છે પરંતુ ગુરુનું નથી માનતા. ગુરુજી ના સિધ્ધાંત અને આજ્ઞાનું અનુસરણ કરવા વાળો શિષ્ય ક્યારેય દુઃખી થતો નથી.

(૩) અતિથી દેવો ભવઃ આ શબ્દનો અર્થ ફક્ત ઘરે રોકાવા આવનાર મહેમાન જ નથી થતો, કોઇ પણ દુઃખીયારો જીવાત્મા ગરીબ, ગાય, બ્રાહ્મણ, સંત, સતી, અંધ, અપંગ નિરાધાર પરાધીન જીવની સેવા કરવી એ મોટામા મોટો માનવ ધર્મ છે.

(૪) દેવ સેવાઃ આ ઉપરોક્ત પગથીયા ચઠી ગયા પછી જ ચોથા પગથીયે પદાર્પણ કરાય છે. એમા પણ દરેક મનુષ્યએ પોતાની કુળદેવીને ધુપ દિપ નૈવેધ્ય ધરાવી તૃપ્ત કરવા કારણકે દરેક કુળના કુળદેવીજ પોતાના કુળનું રક્ષણ પોષણ કરતા હોય છે. જો એમોને રાજીપો હોયતો જ આપણા પિતૃ પુર્વજોને સુખ શાંતિ અને સદ્‍ગતીનો માર્ગ મળે છે. અને પિતૃ પુર્વજો ને જો સુખ શાંતિ હોયતો આપણને તેઓ ધન ધાન્ય માલ મિલક્ત સુખ સંપત્તી રાજ વૈભવ શરીર બધે થી સમૃધ્ધ કરે છે. તેમજ બીજા અર્થમા બ્રહ્માજી-સર્જન કરે, વિષ્ણુ- પાલન કરે, મહેશ- લય કરે, કુળ દેવી- કુળની લીલી વાડી કરે, પિતૃદેવો-સુખ સંપત્તિ આપે અને ઇષ્ટ્દેવ-મોક્ષ મુક્તી અને પોતાનુ ધામ આપે. આ પ્રમાણેની દેવ સેવા ભક્તિ જાણવી.
તો દરેક કટ્ટર હિંદુએ નહિ પણ સાચા હિંદુ ભક્તે ઉપરોક્ત ચાર પગથીયા સાચવશો તો જ જીવતા જીવનમાં સુખી અને સમૃધ્ધ બની શકશો.

શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ